પ્રકરણ ૧- સ્ટેશન | રાત્રીની શોધમાં
મધરાત વિત્યાને પૂરા અઢી કલાક તો થઈજ ગયા હતા, અને તેની સાથેજ પવનનાં અંતઃકરણમાં આચ્છાદિત અંધકાર વધુ ઘેરો બની રહ્યો હતો. લગભગ ખાલી પડેલ એવા રેલ્વે કોચનાં એક ડબ્બામાં બેંચ પર પોતાના શરીરને જાણે ત્યજી દીધું હોય એમ બસ સ્થૂળતાને આલિંગનમાં રાખી કદી ન ઉઠવાનો ઢોંગ કરી રહ્યો હતો તે. આંખોને એવીતો કસીને બંધ કરી રાખી હતી કે જાણે મનોમન એ એવી આજીજી કરતો હોય કે બસ, એ કયારેય ન ખુલે. ઝડપભેર ચાલતા તેના શ્વાસ, ચિંતાતૂર હૃદયના ધબકાર, અને વીજ ગતિએ ત્રાટકતા વિચારો ટ્રેનની ગતિને ન્યાયિકરીતે હરીફાઈ આપી રહ્યા હતા. પરંતુ તે જાણતો હતો કે બસ, હવે કશુક નજીક આવી રહ્યું હતું, માત્ર એ જાગવા ન હતો ઇચ્છતો.
વધુ દસ મિનિટ આજ મનોગૂંથનમાં વીતી અને અચાનકજ, લયબધ્ધ શાંતિને ચીરતો ટ્રેનનાં એન્જિનની સિટીનો તિખ્ણ અવાજ તેના કાનમાં પડ્યો.
“સ્ટેશન આવી ગયું?” પવને પોતાની જાતને નીસાસાભેર પૂછ્યું, પણ એમાં અવાજ હજુ પણ ન હતો. “હા, પવન, એજ સ્ટેશન આવી ગયું”. જવાબતો મળ્યો, પણ બસ તે હજુ ન જાગ્યો. પણ ક્યા સુધી?
એક લયે ધીમા પડતા ટ્રેનનાં ચક્રો, માંડ માંડ ક્યાંક કાને પડતા કોચનાં એ અસ્પષ્ટ અવાજો, આંશિક માનવ કોલાહલ, છત પર વફાદારીપૂર્વક પોતાની ફરજ પૂરી પાડતા પંખાનો મૃદુ વસવસાટ, અને બારીની બહાર પ્રવર્તમાનથતી રાત્રીની અસ્વસ્થ શાંતિ, આ બધું એક સાથે પવનને તેની બનાવટી નિંદ્રામાંથી બસ બહાર ખેંચી લાવવાની તૈયારીમાં જ હતા. “પણ ના, હજુ નહી, હજુ વાર છે”, બસ તેના આજ અંતઃવિગ્રહને પૂર્ણવિરામ ત્યારે લાગ્યું જ્યારે એક મીઠા ધક્કા સાથે ટ્રેનનાં ચક્રો થોભી ગયા, અને બહાર આકર લઈ રહેલી ઝાંખી દુનિયા અસ્તિત્વમાં આવતી જણાઈ.
પવને એક ઊંડો શ્વાસ ભર્યો અને કચવાતા મને આખરે તેની પાંપણોને માર્ગ આપ્યો. ડબ્બો લગભગ ખાલી થઈ ચુક્યો હતો, બસ એકલ દોકલ યાત્રી હજુ ડબ્બો છોડી રહ્યા હતા.
રાત્રીનાં પોણા ત્રણ વાગ્યે સ્ટેશન જાણે નોધારું હોય એમ વધુને વધુ મુસાફરોનો સથવારો ઈચ્છતું હતું, પણ આંગળીનાં વેઢે ગણાય એટલા યાત્રીઓ પણ માંડ અહી ઉતર્યા. ફેબ્રુઆરી માસના અંતમાં શિયાળો બસ જવું-જવું કરવાની તૈયારીમાંજ હતો, પણ શરીર ઠારે એવી ટાઢકતો હજુય ત્યાંની હવામાં અડગ ઉભી હતી. ક્યાંક કોઈ ખૂણામાં એકાદ-બે અજાણ મીઠી નિંદ્રામાં ધાબળો ઓઢીને પોઠેલા હતા, તો ક્યાંક કોઈ નાની અમથી ચાહની કીટલીનો ઠેકેદાર બેબાકળો થઈને, આંખો ચોળતો-ચોળતો યાત્રીઓને ચાહ માટે પોકારતો, ક્યાંક નવા યાત્રીઓ સુક્ષ્મ બબડાટ કરતા કરતા ડબ્બામાં પ્રવેશતા, તો વળી થોડે દુર ટ્રેનનું એન્જિન ધીમો પણ એજ રઘવાટ રટ્યા કરતુ. ચોતરફ ફેલાયેલી ચિક્કાર શાંતિની વચ્ચોવચ આ એકલવાયું સ્ટેશન આજે પવનને અસીમ પરિચિત લાગતું હતું.
આખરે બારીમાંથી ચુપકેથી પ્રસરતી ટાઢકે પવનનો હાથ જાલ્યો અને તે બેઠો થયો. ધીરેથી જાણે પોતાના હૃદયને સાંત્વના આપતો હોય એમ પોતાની છાતી પર હાથ ફેરવવા લાગ્યો, બેગપેક ખભે ચઢાવ્યું અને સાથે, બારીમાંથી બહાર ડોક્યું નાખ્યું. હજારો સ્મૃતિઓને એક સાથે જીવંત થવા મજબૂર કરી દેતું હોય એવું એ સ્ટેશનનું નામ તેણે આખરે વાંચ્યું. પણ વર્ષો બાદ એ નામ હવે ઝાંખું જણાતું હતું. જોકે ભીત પર લાગેલ એક નાના એવા બલ્બનો પીળો મંદ પ્રકાશ તે નામ વંચાવવામાં કોઈજ કસર બાકી નોહ્તું રાખી રહ્યું. ચોક્કસ, સ્ટેશન એજ હતું, નામ પણ એજ હતું, બસ સમયના સપાટાઓ એ તેની ખ્યાતિને જીર્ણ કરી નાંખી હતી.
આજે પૂરા ૯ વર્ષો બાદ પવન આ સ્ટેશને પરત ફર્યો, હકીકત માં ગુજરાતમાંજ તે ૯ વર્ષો બાદ પરત આવ્યો. આ સ્ટેશન નાં તો તેનું ગામ હતું, નાં તો તે અહી ભણેલો, નાં તો તેના કોઈ સગાવ્હાલા અહી રેહતા, કે નાં તે એના કોઈ મિત્રનાં ઘરે મિલન અર્થે આવેલ. ૯ વર્ષ પૂર્વે તે આજ સ્ટેશનેથી નીકળેલ, લગભગ કદી પાછો ન ફરવા માટે!
તોય આજે, રાત્રીના બીજા ચરણમાં તેણે એ સ્ટેશનનું નામ વાંચ્યું, “નલિયા રેલ્વે સ્ટેશન”. અને શેની શોધમાં? તે હતો રાત્રીની શોધમાં! પર્યાયિક રીતે “નિશા” ની શોધમાં.
વધુ પ્રકરણ-૨ માં

સંજુભાઈ, પ્રકરણ -૧ વાંચીને સુખદ આશ્ચર્ય થયું. તમારી ગુજરાતી ભાષા અને ગુજરાતી શબ્દો પરની હથોટી જબરદસ્ત છે. સ્ટેશનનું બારીકાઇ ભર્યું વર્ણન આંખ સામે ખડું થઈ જાય તેવું છે. વાર્તાના નાયકની
ReplyDeleteમ:નસ્થિતિનું વર્ણન અને તેની આંતરિક વેદના બીજા પ્રકરણ માટે ઉત્સુકતા ઊભી કરે તેવી છે. ' ચિંતાતુર ' , ' રઘવાટ ' ,' નોધારું' વગેરે શબ્દો નો પ્રયોગ તમારી ઉચ્ચ ગુજરાતી શૈલી ની સાબિતી આપે તેવા છે....આશા છે કે આગામી પ્રકરણ ટુંક સમયમાં જ આવશે ....
Very nice description in gujarati...maja avi gai...bahu j saras
ReplyDeleteKhub j adbhut sanju sir. Agad na prakaran ni intejari rehshe..!!🙏
ReplyDeleteKhuba j saras
ReplyDeleteThanks for encouraging words 💐
ReplyDeleteખૂબ જ સરસ. પ્રકરણ ૨ ની રાહ જોતા કરી દે તેવું લખાણ છે...
ReplyDeleteSuperb start....Glad to read next chapter soon.... Keep it up
ReplyDeletePlz do read and share ur valuable feedbacks
Delete