Posts

Showing posts with the label ગુજરાતી સ્ટોરી

પ્રકરણ ૯: નવ વર્ષ પૂર્વે | રાત્રિની શોધમાં

Image
પ્રકરણ ૯: નવ વર્ષ પૂર્વે | રાત્રિની શોધમાં   ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૩, ગુરુવાર નિશાએ સ્વપ્નેય ન વિચારેલ કે પવન, કે જે તેને ૯ વર્ષ પૂર્વે છોડીને જતો રહ્યો હતો તેજ તેના માટે એક પત્ર છોડી જશે! કદાચ પ્રણય જ એટલો પ્રમાણિક અને નિષ્ઠાવાન હતો કે દગો મળેલ નિશા હજુ દગાખોરને ઝંખી રહી હતી અને ગુનેગાર માફી. સત્ય છે કે પ્રભુ સત્યના પારખા લે છે, અને માટે જ આજે ૯ વર્ષ બાદ દગાબાજ પવન એક કાગળ થકી તેની પ્રેયશીને તેની નિર્દોષતાનું પ્રમાણ આપવા જઈ રહ્યો હતો, અને ઘાયલ નિશા પણ, અધીરી થઈને આ દગાબાજ નો પક્ષ લઈ તેનેજ નિર્દોષ ઠેરવવાની તાલાવેલીમાં લાગી હોય એમ કાગળમાં લખેલ એક એક શબ્દને તેની ધ્રુજતી આંગળીઓ દ્વારા સ્પર્શી રહી હતી, જાણે કે તે અક્ષરો નહી પણ ખુદ પવન જ હોય. પીડિત હૃદયનું ઊંડાણ જાણે કે બંડ પોકારી રહ્યું હતું, કેહતું હતું કે આ પત્ર સાક્ષી છે કે તેનો પ્રેયસ દગાબાજ ન હતો, આજે પણ તે આ રાત્રિને તેની બહોપાશમાં ચપોચપ સાચવીને બઠો હતો.  Image credit: AI generated by Co-pilot designer software of Microsoft "કેમ છે મારી રાત્રિ?" પવનના આ પ્રારંભિક સંબોધને જ નિશાને હસતા હસતા રોવડાવી દીધી; આંખો એટલીતો ભીની થઇ ગઈ...

રાત્રિની શોધમાં | પ્રકરણ- ૮ | સંત અને કર્મ

Image
૨૮ ફેબ્રુઆરી ૨૦૦૩, શુક્રવાર એક દર્શનાર્થી તરીકે કુતુહલનો ભાવ ચોક્જકસ જન્માવે તેમ તારણહારને નમન મુદ્રામાં શીષ જુકાવતા પવનને હાલ પાંચ મિનિટથી વધુ સમય થઈ ગયો હતો, જોકે તેનું આ નમન આવતા જતા અન્ય દર્શનાર્થીઓ માટે ધ્યાન્ગમ્ય તો નોહતું. જ્યાં આપની મૂંઝવણની માઝા મુકાઈ હોય ત્યાં અન્ય કોઈના સાક્ષાત્કારની કોઈને શું પડી હોય, પણ શ્રીનાથજી મંદિરના ગર્ભગૃહમાં હાથ જોડીને ઉભેલ પવનને કોઈ તો હતું જે ક્યારનુયે એકીટસે જોઈ રહ્યું હતું.  રાત્રિની શોધમાં | પ્રકરણ- ૮ | સંત અને કર્મ  શુક્રવાર હતો આજે, અને માટે જ દર્શનાર્થીઓનું આવાગમન પણ નીયંત્રણમાં હતું. મંદિરની બહાર તાજો ઊગેલ સુર્ય ખુબ નિર્મળતાપૂર્વક ભમરીની પીળી પાંખો જેવો પ્રકાશ પથારી રહ્યો હતો. માર્મીક્તાથી બેઠો થતો દિવસ મંદિરની ચોફેર આચ્છાદિત હરિયાળીની સાથે રીતસરની જાણે વાતો કરતો હોય એમ પળે પળે આળસ મરોડી રહ્યો હતો. મંદિરનાં પ્રાંગણમાં ક્યાંક મોગરો, ક્યાંક ગુલાબ, ક્યાંક ચંપો, તો વળી ક્યાંક પારિજાતનાં પુષ્પો ભીના પવનના સુસવાટાઓ પર સવારી કરી ખુદની સુગંધને પ્રસ્થાપિત કરવાની હરીફાઈમાં લાગેલ હતા. સાથે, પાન-પત્તાઓ પરના ઝાકાળબિંદુઓ દિવસના આ નૈસર્ગિક આગમનને...

પ્રકરણ ૭: કાગળ | રાત્રિની શોધમાં

Image
પ્રકરણ ૭: કાગળ | રાત્રિની શોધમાં   ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૩, ગુરુવાર  લગભગ વિદાય લેતો નલિયાનો શિયાળો અને તેની આ ભેંકાર બપોર, દેખીતી રીતે ખાલી પડેલી શેરીઓ, અને ઉપર ટિંગાતા એવા શ્મશાનની રાખ સમા ભૂરા રંગનાં વાદળો- આ બધુજ નિશા માટે આટઆટલા વર્ષો બાદ પણ જાણીતું જ હતું, પણ કદાચ નલિયા જ આજે તેને ઓળખી રહ્યું નોહતું. નલિયા સ્ટેશનેથી ધ્રુજતા પગલે તે જ્યારે ચાલતી થઈ ત્યારે તેને કોઈએ ના ઓળખી, મધરસ્તે સામે મળતા, માંડ એકલદોકલ ગાડા કે બે-ચાર ગ્રામ્યજનોએ પણ તેને નાં ઓળખી, નાં તો તે વટવ્રુક્ષે કે નાં તો તે રાધાકૃષ્ણ મંદિરે પણ તેને ઓળખી! વળી, વ્યથા એવી કે નાં તો આજે અમાસ હતી કે નાં તો અત્યારે રાત્રિ. આ અગોચર મધ્યાહને વળી નિશાની શું વિસાત? તેને ત્રાદ્રશ્ય રીતે જો કોઈ જાણતું તો તે હતી અમાસની રાત્રિ અને ધીમી ગતિએ વાતો પવન!   હવે તે વર્ષો જુની, વિસરી ગયેળી એક યાદ માત્ર હતી નલિયા માટે, અલબત, કોઈ હતુ જ નહી કે જેને તે યાદ કરતુ હોય. પણ, હા, જેવો તેણે સ્ટેશનથી બહાર પગ મુક્યો અને નલિયા ભણી ડગલાં ભર્યા, કોઈકે તો તેને સ્મિત પ્રદાન કર્યું. સ્ટેશનની થોડે દુર એક ચબૂતરા નીચે એક લાકડીનાં સહારે બેઠેલ, વશીકૃત થ...

પ્રકરણ ૬: અમાસ | રાત્રિની શોધમાં

Image
પ્રકરણ ૬: અમાસ | રાત્રિની શોધમાં જૂન, ૧૯૯૨ મનોહરે તેની સિગારેટનાં બે કસ લગાવ્યા અને દૂર નલિયાની ભાગોળે અતિ આછા પ્રકાશે ઝબૂકતા રાધા-ક્રષ્ણના મંદિર તરફ નજર માંડી. ઝાકળ જેવી ભીની અને કાજળ જેવી અંધારી રાત્રે મનોહરને આજે આ મંદિર એક રૌદ્ર આગિયા સમાન લાગી રહ્યું હતું, અને આજે જ નહીં, પણ લગભગ છેલ્લા બે વર્ષથી દર અમાસે મધરાત બાદ તે જ અગિયાને તાક્યા કરવો, એક નિશાચરી ઘૂવડ માફક જાગ્રત ડોળે પેહરેદારી કરવી, અને પાછું રાત્રિના અલૌકિક ચેહરા સામે અડગ રેહાવાનો ઢોંગ કરવો, આ બધું તો હવે મનોહરનું નસીબ જ બની ગયું હતું. અલબત, રૌદ્ર આગિયા સમાન તે મંદિર ખરેખર તો ઘણું દૂર હતું, છતાં મનોહરને દર અમાસે તે જરૂર દેખાતું. Image Credit: AI-Generated image by Copilot by Designer Software of Microsoft નલિયાની ઉત્તરે આશરે બે થી ત્રણ સીમાડાઓ વટાવતા એક ઊંચી ટેકરી પર આવેલ એક વટોવૃક્ષના અત્યંત જાડા એવા થડ પર પોતાના શરીરને ટેકવીને તે છેલ્લા એક કલાકથી બસ ઉભો જ હતો. જોકે કારણભૂત રીતે તો તે ચોકીદારી કરી રહ્યો હતો, પણ આજૂબાજૂ જોવાની હિંમત તો આજેય નોહતી તેનામાં! કેમકે દૂર સુધી જો કાઈ હતું તો તે હતો વિચિત્ર શાંતિમાં લિપ્ત થયેલ બેચે...

પ્રકરણ- ૫: મનોહર | રાત્રિની શોધમાં

Image
૨૫ ફેબ્રુઆરી ૨૦૦૩ ૯ વર્ષો બાદ પણ નિશા અને પવનના પ્રણયકાળનો એકમાત્ર સાક્ષી એવો મનોહર ભૂતકાળના પડછાયામાં એવો તે ખોવાયો હતો કે પવનની સાથે વાતો કરતા કરતા સવાર ક્યારે તેની કેબિનમાં બારી સોંસરવી પ્રસરી ગઈ તેની તેને ખબર જ ના રહી. તીક્ષ્ણ ટાઢની સાથોસાથ સૂર્ય કિરણો એ ધીમેથી દિવસની વધામણી કરી કે તુરંત જ મનોહરને ભાન થયું કે સ્ટેશન માસ્ટર તરીકેની તેની શિફ્ટ બસ હવે પૂરી થઈ ગઈ હતી.  image credit: AI generated Image by Copilot Designer Software of Microsoft પ્રકરણ- ૫: મનોહર | રાત્રિની શોધમાં   ગત રાતની અમાસની ઊંડી આળસ મરોળતું સ્ટેશન હવે અજાણ સંવાદોથી જાગી રહ્યું હતું, સ્ટેશનની ચહલ-પહલ માં જૂજ વધારો જણાતો હતો, અને ઘોર અંધાર રાત્રિની વિદાય બાદ દિવસ સફાળે બેઠો થયો હોય એમ તેનું સામ્રાજ્ય બિછાવવા બેબાકળો હતો. સુવાનો વારો હવે માનવનિર્મિત પ્રકાશનો હતો, ક્યાંક ટ્યુબલાકડી તો ક્યાંક ગોળા બસ મૂર્છિત બની જ રહ્યા હતા. ચકલીઓ, પોપટ, તો ક્યાંક કાબર, તો વળી ઘૂ-ઘૂનો અવાજ કરતા કબૂતરો પોતપોતાના માળાઓ મુકીને સ્ટેશનની આરપાર વાયુ ગતિએ ભ્રમણ કરતા જણાયા, ત્યા તો  સ્ટેશન બહાર પાટા પર અતિ પાંખો એવો ધુમ્મસનો પટ્ટો...

પ્રકરણ ૪- બીજુ કાર્ય | રાત્રિની શોધમાં

Image
૨૬ ફેબ્રુઆરી ૨૦૦૩ પશ્ચિમમાં રાત્રિના અંધકારમાં દ્રશ્યહિન બનેલો લખપતનો દરિયો જાણે નિશાને ઓળખી ગયો હોય તેમ તેના આગમનને માણવા માંડ્યો. વળી, તે એવો તો રઘવાયો થયો કે બસ વધુ ને વધુ ઘુઘવાટા કરવા માંડ્યો, જાણે કે પોતાના અસ્તિત્વને નિશાના કાન સુધી યેનકેન રીતે પોહચાડવાનો અથાગ પ્રયત્ન કરી રહ્યો હોય. પણ નિશાનાં કોમળ હૃદયમાં ઉદ્ભવેલ યાદોનો વંટોળ એવો તો ત્રીવ હતો કે અસીમ દરિયાનો તે ઘુઘવાટ હાલ તો પાંગણો જ જણાતો હતો. જોકે દરિયો તેની આ વ્યથા ભલીભાંતિ જાણતો હતો; નવું ન હતું નિશાનું આ રીતે અસ્વસ્થતામાં વિસરવું. આ તો તેની રોજનીશી હતી! દરરોજ થોડા ક્ષણો તો ચોક્કસ પણે આવતા જ્યારે નિશા એક મુરત બની જતી, સ્થિર આંખો માંથી વેહતા અશ્રુ હૃદય સોસરવા નીકળતા, અને તેનો અતૃપ્ત આત્મા પવનને એવો તો ઝંખતો કે એક સમયે દરિયાને પણ ઈર્ષ્યા આવ્યા વિના ના રહે. અને બસ આ તેજ સમય હતો. પ્રકરણ ૪- બીજુ કાર્ય | રાત્રિની શોધમાં અમાસ વીત્યે એકાદ કલાક તો થઈ જ ગયો હતો અને રાત્રિના એક વાગ્યે નિશા તેના પલંગ પર દીવાલે માથું ટેકવીને સામેની દીવાલે લાગેલી દીવાલ ઘડિયાળનાં સેકંડકાંટા સાથે તાલ મીલાવવાની કોશિષ કરી રહી હતી. હૃદયનો નાનો એવો ધબકાર હવે તે...

પ્રકરણ-૩: નિશાના બે કાર્યો | રાત્રીની શોધમાં

Image
પ્રકરણ ૧ પ્રકરણ ૨   પ્રકરણ ૩:  નિશાના બે કાર્યો | રાત્રીની શોધમાં  ૨૫ ફેબ્રુઆરી ૨૦૦૩, મંગળવાર ભુજ જનરલ હોસ્પિટલમાં પલ્સ પોલિયો અમલીકરણ પર દસ કલાકની લાંબીલચક તાલીમ આપ્યા બાદ નિશાના અંગોપાંગ હવે એક લાંબો વિરામ ઝંખી રહ્યા હતા. સંધ્યા ટાણું વિત્યે બે કલ્લાક ઉપર થઈ ગયા હતા અને નિશાની કાંડા ઘડીયાર તેને બરાબર સાડા આંઠનો સમય બતાવી રહી હતી. ભુજના વ્યસ્ત અને ઘોંઘાટીયા બસ-સ્ટેન્ડમાં તે છેલ્લા દસ મિનિટથી બસની રાહ જોઈ રહી હતી. તે જાણતી હતી કે આજના દિવસની લખપત માટેની તે આખરી બસ હતી, અને માટે જ તે સમયથી દસ મિનિટ વહેલા પોહચી ગયેલ. પણ બસ હજુય ના આવી! મીઠા દર્દથી કણસતું તેનું શરીર, શબ્દોના મેરાથોનથી ત્રસ્ત થયેલ તેનો કંઠ, અને વાચાની નીરસતા હવે માત્ર તેના ક્વાર્ટરની હુંફ ઇચ્છતા હતા. આ કવાર્ટરમાં તે છેલ્લા ત્રણ વર્ષથી રેહતી હતી, અને તે જ પ્રાંગણમાં આવેલ લખપત સરકારી દવાખાનામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ પણ બજાવતી હતી. પણ તેનુ હુંફાળું ક્વાર્ટર તેનાથી હજુ લગભગ દોઢસો કિલોમીટર છેટે હતું, અથવા તો લગભગ ત્રણ કલ્લાક દુર! બસ-સ્ટેન્ડનાં ઘોંઘાટમાં આંશિક વધારો કરતા બસ લગભગ ૯ વાગ્યે આવી તો ખરી. યાત્રીઓનો નિરં...

પ્રકરણ ૨- ઉદ્‌ગાર | રાત્રીની શોધમાં

Image
પ્રકરણ ૧- સ્ટેશન પ્રકરણ ૨- ઉદ્‌ગાર | રાત્રીની શોધમાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૦૩, મંગળવાર શિથિલ ડગલાઓ ભરતો પવન આખરે ડબ્બાના દરવાજા સુધી પોહચ્યો, અને બે ઘડી ત્યાજ સ્થિર થઈને સાક્ષીરૂપી રાત્રિને ધરાઈને નિહાળવા માંડ્યો.   આ એજ રાત્રિ હતી જેણે ૯ વર્ષ પૂર્વે પણ બસ સાક્ષી જ પૂરી હતી; એજ કાજળથી ઘેરી કાળાશ, એજ પતંગિયાને પણ હરાવે એવી બેચેની, અને એજ શ્મશાનમય શાંતિની ગરજ પૂરી પાડે એવી એની ગંભીરતા, આ રાત્રિ આજે બધું જ જાણે ફરીથી ઘટિત કરી રહી હતી. શબ્દો ન હતા તેની પાસે, અવાજથી રંક, પણ રાત્રિ આજે તે માનવરૂપી પવનને ઘણું બધું કેહવા માટે કાગડોળે જાણે રાહ જોઈ રહી હતી. અને પવન! એ તો જાણતો જ હતો કે જેમ જેમ તેનાં ડગલાઓ રાત્રિનાં અસ્તિત્વમાં નલિયાની ધરતી પર પડતા જશે એમ એમ આ રાત્રિ તેની સાથે એક સુંદર પણ મંત્રમુગ્ધ કરીદે એવી નાયિકાની જેમ ચાલતી રેહશે, અને તેને એ બધુજ સ્મરણ કરાવશે કે જે એ કયારેય ભુલ્યોજ ન હતો, પણ સાથે યાદ પણ કરવા ન હતો માંગતો. પણ આતો રાત્રિ હતી, હજુય બીજા બે થી અઢી કલ્લાક તો પવનનો હાથ ક્યાં છોડવાની હતી! આમ તો આ રાત્રિ જ હતી જે તેની પ્રાણપ્રિય હતી, એજ તો તેને આટઆટલા વર્ષો બાદ આશરે એક હજાર કિલોમીટ...

પ્રકરણ ૧- સ્ટેશન | રાત્રીની શોધમાં

Image
મધરાત વિત્યાને પૂરા અઢી કલાક તો થઈજ ગયા હતા, અને તેની સાથેજ પવનનાં અંતઃકરણમાં આચ્છાદિત અંધકાર વધુ ઘેરો બની રહ્યો હતો. લગભગ ખાલી પડેલ એવા રેલ્વે કોચનાં એક ડબ્બામાં બેંચ પર પોતાના શરીરને જાણે ત્યજી દીધું હોય એમ બસ સ્થૂળતાને આલિંગનમાં રાખી કદી ન ઉઠવાનો ઢોંગ કરી રહ્યો હતો તે. આંખોને એવીતો કસીને બંધ કરી રાખી હતી કે જાણે મનોમન એ એવી આજીજી કરતો હોય કે બસ, એ કયારેય ન ખુલે. ઝડપભેર ચાલતા તેના શ્વાસ, ચિંતાતૂર હૃદયના ધબકાર, અને વીજ ગતિએ ત્રાટકતા વિચારો ટ્રેનની ગતિને ન્યાયિકરીતે હરીફાઈ આપી રહ્યા હતા. પરંતુ તે જાણતો હતો કે બસ, હવે કશુક નજીક આવી રહ્યું હતું, માત્ર એ જાગવા ન હતો ઇચ્છતો.  વધુ દસ મિનિટ આજ મનોગૂંથનમાં વીતી અને અચાનકજ, લયબધ્ધ શાંતિને ચીરતો ટ્રેનનાં એન્જિનની સિટીનો તિખ્ણ અવાજ તેના કાનમાં પડ્યો.  “સ્ટેશન આવી ગયું?” પવને પોતાની જાતને નીસાસાભેર પૂછ્યું, પણ એમાં અવાજ હજુ પણ ન હતો. “હા, પવન, એજ સ્ટેશન આવી ગયું”. જવાબતો મળ્યો, પણ બસ તે હજુ ન જાગ્યો. પણ ક્યા સુધી?        એક લયે ધીમા પડતા ટ્રેનનાં ચક્રો, માંડ માંડ ક્યાંક કાને પડતા કોચનાં એ અસ્પષ્ટ અવાજો, આંશિક માનવ કોલ...