પ્રકરણ ૯: નવ વર્ષ પૂર્વે | રાત્રિની શોધમાં
પ્રકરણ ૯: નવ વર્ષ પૂર્વે | રાત્રિની શોધમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૩, ગુરુવાર નિશાએ સ્વપ્નેય ન વિચારેલ કે પવન, કે જે તેને ૯ વર્ષ પૂર્વે છોડીને જતો રહ્યો હતો તેજ તેના માટે એક પત્ર છોડી જશે! કદાચ પ્રણય જ એટલો પ્રમાણિક અને નિષ્ઠાવાન હતો કે દગો મળેલ નિશા હજુ દગાખોરને ઝંખી રહી હતી અને ગુનેગાર માફી. સત્ય છે કે પ્રભુ સત્યના પારખા લે છે, અને માટે જ આજે ૯ વર્ષ બાદ દગાબાજ પવન એક કાગળ થકી તેની પ્રેયશીને તેની નિર્દોષતાનું પ્રમાણ આપવા જઈ રહ્યો હતો, અને ઘાયલ નિશા પણ, અધીરી થઈને આ દગાબાજ નો પક્ષ લઈ તેનેજ નિર્દોષ ઠેરવવાની તાલાવેલીમાં લાગી હોય એમ કાગળમાં લખેલ એક એક શબ્દને તેની ધ્રુજતી આંગળીઓ દ્વારા સ્પર્શી રહી હતી, જાણે કે તે અક્ષરો નહી પણ ખુદ પવન જ હોય. પીડિત હૃદયનું ઊંડાણ જાણે કે બંડ પોકારી રહ્યું હતું, કેહતું હતું કે આ પત્ર સાક્ષી છે કે તેનો પ્રેયસ દગાબાજ ન હતો, આજે પણ તે આ રાત્રિને તેની બહોપાશમાં ચપોચપ સાચવીને બઠો હતો. Image credit: AI generated by Co-pilot designer software of Microsoft "કેમ છે મારી રાત્રિ?" પવનના આ પ્રારંભિક સંબોધને જ નિશાને હસતા હસતા રોવડાવી દીધી; આંખો એટલીતો ભીની થઇ ગઈ...